સુરત, 3 જાન્યુઆરી : પ્રધાનમંત્રી મોદીની હાકલ બાદ સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓના વેક્સિનેશનના કાર્યક્રમને સમગ્ર દેશમાંથી પ્રબળ પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે, સુરત શહેરમાં પણ સોમવારે સવારથી જ વિવિધ શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. 6 દિવસમાં 1.92 લાખ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા માટે શહેર મનપાનું તંત્ર સજ્જ બન્યું છે.સોમવારે પીપીલોદ સ્થિત શારદાયતન સ્કુલમાં વેક્સિનેશનની કામગીરીના પ્રારંભે મનપા કમિશનર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં 15 થી 18 વર્ષના અંદાજિત 1,92,552 બાળક નોંધાયાછે. જેમાં મનપાની કુલ 175 ટીમ કામે લાગી લઈ ગઈ છે.મનપા દ્વારા ત્વરિત ગતિએ પાંચથી સાત દિવસમાં વેક્સિનેશન પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.સાથે સાથે જે બાળકોને વેક્સિનની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કુલ નજીકની હોસ્પિટલ સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે.શહેરીજનોમા માટે 123 સેન્ટરની સાથે સાથે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. 1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે.
વેકસીનેશન માટે વાલીઓ અને શાળાઓની મનપા દ્વારા મંજૂરી લેવામા આવી છે અને સુરતમાં 560 શાળાઓના નોડલ ઓફિસર અને આચાર્યો સાથે વાતચીત કરી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.સોમવારે શહેરમાં 42 હજાર વિદ્યાર્થીઓને રસીકરણ કરવાના લક્ષ્ય સાથે મનપાનું તંત્ર કાર્ય કરી રહ્યું છે.સમગ્ર દેશમાં હાલ કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમીક્રોન ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. ત્રીજી લહેર એ દેશભરમાં ટકોરા મારી દીધા છે ત્યારે, આ મહામારીથી બચવા માટે વેક્સિનેશન એક માત્ર રામબાણ ઈલાજ હોઈને વધુને વધુ લોકો અને વિદ્યાર્થીઓ વેક્સીનેસહન કરાવે તે સૌના અને આખરે દેશના હિતમાં છે..
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત