સુરતમાં 5 દિવસીય ટોબેકો ફ્રી જનરેશન-તમાકુમુક્ત શાળા અભિયાનનો પ્રારંભ

સ્થાનિક
Spread the love

સુરત, 3 જાન્યુઆરી : વિશ્વમાં યુવા રાષ્ટ્રની ઓળખ ધરાવતાં ભારતમાં લગભગ 41% વસ્તી 20 વર્ષથી ઓછી વય જૂથની છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે-2019(જનગણના-2011) ગુજરાતના ડેટા મુજબ હાલમાં લગભગ 5.4% યુવાનો તમાકુનું સેવન કરે છે. ગુજરાતમાં તમાકુથી મોંનું કેન્સરના સૌથી વધુ કેસો નોંધાય છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 54 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. તમાકુ વ્યસનની દુનિયામાં પ્રથમ પગથિયું છે. આથી બાળકો અને યુવા સારા સ્વાસ્થ્ય માટે તમાકુમુક્ત જીવન જીવે તે જરૂરી છે. તમાકુ નિયંત્રણ માટે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA) 2003 કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેની નિયત કલમો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ અમલીકરણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.


આ માર્ગદર્શિકાના અમલીકરણ અને નવી પેઢીને તમાકુમુક્ત બનાવવા માટે સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર કચેરી અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 3થી 7 જાન્યુઆરી એમ 5 દિવસીય ‘ટોબેકો-ફ્રી જનરેશન: તમાકુમુક્ત શાળા’ (Drive for Tobacco Free Generation ToFEI – Tobacco Free Education Institution) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર અભિયાનમાં 150થી વધુ શાળાને તમાકુમુક્ત બનાવવામાં આવશે.આજ રોજ 3 જાન્યુઆરી અભિયાનના પ્રથમ દિવસે સુરત મનપાના 8 ઝોનમાં આવેલી ૩૨ શાળાઓમાં તમાકુમુક્ત શાળા બનાવવા અંગે જનજાગૃત્તિની કામગીરી કરવામાં આવી હતી. તમાકુથી થતી હાનિકારક અસર, તમાકુ નિયંત્રણ કાયદો, આરોગ્ય અને કેન્દ્રીય પરિવાર કલ્યાણ મંત્રાલયના તમાકુમુક્ત શાળા માટેના માપદંડો જેવા મુદ્દાઓ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. બાળકોએ તમાકુમુકત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *