સુરત, 5 જાન્યુઆરી : રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો, રાજયની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવાની અને તેના પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે અંગે તાજેતરમાં સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર મુલાકાતી જ પ્રવેશ મેળવે તે હિતાવહ છે. જિલ્લા કલેકટર-મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા નાગરિકોએ પ્રવેશ કરવા અને રસી ન લીધી હોય તેવા અન્ય નાગરિકોએ બિનજરૂરી રીતે સરકારી કચેરીઓમાં પ્રવેશ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત