સુરતમાં ” વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ ” દ્વારા યુવાધનને પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ

સ્થાનિક
Spread the love

સુરત : એક સમયે ક્રિકેટની દુનિયામાં વેસ્ટ ઇન્ડિઝનો દબદબો હતો.ભારતની ક્રિકેટ ટીમને બહુ મહત્વ આપવામાં આવતું ન હતું. તેવા સમયે 1983ના વર્લ્ડ કપમાં ભારતની ટીમે અદમ્ય કુશળતા પ્રદર્શિત કરીને ફાઇનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવીને પહેલી વાર વિશ્વ કપ જીત્યો હતો. એ સમયે વિશ્વ કપની વિવિધ મેચને લઈને સમગ્ર દેશમાં એક પ્રબળ રાષ્ટ્ર ભક્તિની લહેર જોવા મળી હતી.આ સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટરોની મહેનત, દેશને વર્લ્ડ કપ વિજેતા બનાવવાની અદમ્ય ઇચ્છાશક્તિને ” 83 ” ફિલ્મમાં આબેહૂબ કંડારવામાં આવી છે.આ ફિલ્મ સુરત શહેરનું યુવાધન, દિવ્યાંગ બાળકો નિહાળે અને તેમનામાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને તે ઉદ્દેશ્યથી બુધવારે શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરતા ” વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ ” દ્વારા આ ” 83 ” ફિલ્મનો એક વિશેષ શો આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો,વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ફિલ્મના પ્રારંભ પૂર્વે ભારતમાતાના જયઘોષ સાથે ઉપસ્થિત લોકો સમક્ષ આ સંસ્થાની પ્રવૃત્તિ વિષે રોનકબેન પટેલએ વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ભાજપા શહેર મહામંત્રી મુકેશ દલાલ, નગર સેવક કેયુર ચપટ વાલા ,તરુણભાઇ અન્ય નગર સેવકો તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ વગેરેએ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.


ટ્રસ્ટના અગ્રણી રોનકબેન પટેલએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ દેશમાંથી યુવાનો અન્ય દેશમાં સ્થાયી થવા જતા હોય છે.ત્યારે, આ ” 83 ” ફિલ્મમાં તે સમયે ભારતીય ક્રિકેટરોએ કઈ રીતે પ્રચંડ રાષ્ટ્રભક્તિ દેખાડીને ભારતને વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનાવ્યા હતા તેનું આબેહૂબ ફિલ્માંકન કરવામાં આવ્યું છે.આ ફિલ્મ જોઈને યુવાધનમાં રાષ્ટ્ર ભક્તિ વધુને વધુ પ્રબળ બને તે હેતુથી આ વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ફિલ્મ જોઈને કોઈ એક યુવાન પણ દેશ છોડીને ન જાય અને પોતાનું યોગદાન માતૃભૂમિ માટે આપશે તો અમારા આ કાર્યક્રમને અમે સફળ માનીશું. અમારું ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે અને શહેરીજનોના સહકારથી હજુ વધુને વધુ સેવાકીય કર્યો કરતા રહીશું.


આ કાર્યક્રમમાં વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે ટ્રિનિટી IVF એન્ટર, નેશન ક્લાસીસ, જ્યોતિ ઇન્ડસ્ટ્રી, એક્સિલન્ટ ઓટો જોય ઈ બાઈક તેમજ એમજે ગ્રીન ઓટોમોબાઇલ્સ કાઇનેટિક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *