સુરત : પીએમના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે મહાદેવના મંદિરે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાયો

સ્થાનિક
Spread the love

સુરત, 6 જાન્યુઆરી : ગઈ કાલે પંજાબના ફિરોઝપુર ખાતે સભાને સંબોધન કરવા જઈ રહેલા પીએમ મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો.તેમની સુરક્ષા સાથે ગંભીર પ્રકારની બેદરકારી છતી થઇ છે.ત્યારે, દેશભરમાં આ ઘટનાની ભારે નિંદા થઇ રહી છે.સુરતમાં આ ઘટનાને વખોડી પ્રધાનમંત્રી મોદીની સલામતી જળવાઈ રહે અને તેમને ભગવાન દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના સાથે સુરત શહેર ભાજપા વોર્ડ નંબર 17 પુણા પૂર્વમાં શિવમંદિરમાં કાર્યકર્તાઓ દ્વારા 11000 મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા અને ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.


પીએમના કાફલાને આ રીતે રોકવામાં આવ્યો હોય તેવી દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ઘટના ઘટી છે. વિવિધ રાજકીય પક્ષોએ પણ પંજાબની વર્તમાન સરકારને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓમાં આ ઘટનાને લઈને રોષ વ્યાપ્યો છે. ત્યારે, પ્રધાનમંત્રી મોદીની સલામતી અને દિર્ધઆયુષ્ય જળવાઈ રહે તે હેતુ સાથે ગુરુવારે શહેરના વોર્ડ નં- 17 પુણા પુર્વ યોગીચોકની વિજયનગર સોસાયટીમાં વિજયેશ્વર મહાદેવના મંદિરે 11000 મહામૃત્યુંજય મંત્રના જાપ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમમાં વોર્ડ પ્રમુખ ચીમન વોરા, મહામંત્રી અરવિંદકીકાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
પ્રધાનમંત્રી એ કોઈ એક રાજકીય પક્ષના પ્રધાનમંત્રી નથી હોતા પરંતુ, સમગ્ર દેશના પ્રધાનમંત્રી હોય છે.ત્યારે, બુધવારે પંજાબમાં બુધવારે બનેલી ઘટનાના તીવ્ર પ્રત્યાઘાતો દેશભરમાં આજે પણ જોવા મળ્યા હતા.આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ થાય તે દેશ હિતમાં પણ જરૂરી છે.20 મિનિટ સુધી પીએમના કાફલાને રોકી રાખવાની ઘટનાએ અસામાન્ય ઘટના છે આ ઘટના પૂર્વનિયોજિત હોવાની શંકા પણ સેવાઈ રહી છે.ત્યારે, આ ઘટનાને લઈને સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *