સુરત : સચિન જીઆઇડીસી દુર્ઘટનાના અસરગ્રસ્તોની વિધાનસભાના વિપક્ષી નેતાએ લીધી મુલાકાત

સ્થાનિક
Spread the love

સુરત, 8 જાન્યુઆરી : ગત દિવસોમાં સુરત શહેરના સચિન જીઆઈડીસી ખાતે ઝેરી કેમિકલ ભરેલા ટેન્કરને ખાડીમાં ઠાલવવામાં આવતા ગેસ ગળતરની ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં, 6 નિર્દોષ કામદારોના કરૂણ મોટ થાય હતા અને 20થી વધુને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો પૈકી 4ને પોલીસે દબોચી લીધા છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.આ ઘટનામાં કામદારોના મોત બાદ હવે રાજકીય ગરમાટો પણ આવ્યો છે.શનિવારે આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર પૂછવા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સુરત આવી પહોંચ્યા હતા.તેઓએ સુરતના સચિન અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

રાઠવાએ તેમની આ મુલાકાત દરમિયાન આક્ષેપ કરતા જણવ્યું હતું કે આ સમગ્ર દુર્ઘટના માટે પોલીસ અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મીલીભગત જવાબદાર છે.આ મામલે જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.આ દુર્ઘટનામાં કેમિકલ ભરેલું ટેન્કર ક્યાંથી આવ્યું ? કોની મહત્વની ભૂમિકા છે અને કેટલા સમયથી આ આ પ્રકારે ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવામાં આવતા હતું ? તે તમામની ઝીણવટભરી તપાસ કરવામાં આવે.આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થાય છે ત્યારે, તેમના પરીવારને ન્યાય મળે એના માટે અમે આ મુદ્દાને વિધાનસભા સત્રની અંદર ઉઠાવીશું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *