સુરત, 10 જાન્યુઆરી : રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 યોજાયો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કાર્યક્રમ હેઠળ 16 વિધાનસભા મતવિભાગોમાં મતદારયાદી સુધારણા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં સુરત વિધાનસભા મતવિસ્તાર મુજબ 1 જાન્યુઆરી- 2022ની સ્થિતિએ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ ગત મી 5મી જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 16 વિધાનસભા મતદારવિભાગોમાં કુલ કુલ 25,24,465 પુરૂષ મતદારો અને 21,61,611સ્ત્રી મતદારો અને અન્ય 123 મતદારો મળી કુલ 46,86,199 મતદારો થયાં છે, જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ 16 વિધાનસભામાં કુલ 1,33,503 મતદારોનો ઉમેરો થયો છે.
વિગતવાર જોઈએ તો, 155 -ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં 15,001 નવા મતદારોના વધારા સાથે કુલ 4,46,832 મતદારો થયા છે, જેમાં 2,37,344 પુરૂષ, 2,09,477 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે, 156-માંગરોળ વિધાનસભામાં3,738 નવા મતદારોના વધારા સાથે કુલ 2,21,928 મતદારો થયાં છે, જેમાં 1,12,915 પુરૂષ, 1,09,003 મહિલા અને 10 અન્ય મતદારો છે. 157-માંડવીમાં 4,324 નવા મતદારોના વધારા સાથે કુલ 2,45,251 મતદારો જેમાં જેમાં 1,20,660 પુરૂષ, 1,24,589 મહિલા અને 02 અન્ય મતદારો થયાં છે. 158-કામરેજમાં 20,690 નવા મતદારોના વધારા સાથે કુલ 5,44,780 મતદારો જેમાં 2,96,781 પુરૂષ, 2,47,994 મહિલા અને 05 અન્ય મતદારો, 159-સુરત પૂર્વ વિધાનસભામાં 3,376 નવા મતદારોના વધારા સાથે કુલ 2,15,772 મતદારો જેમાં 1,09,250 પુરૂષ, 1,06,459 મહિલા અને 13 અન્ય મતદારો થયાં છે.
160-સુરત ઉત્તર વિધાનસભામાં 1,402 મતદારોના વધારા સાથે કુલ 1,65,905 મતદારો જેમાં 87,686 પુરૂષ, 78,205 મહિલા અને 14 અન્ય મતદારો થયાં છે. 161-વરાછા રોડ વિધાનસભામાં 5,276ના નેટ વધારા સાથે કુલ 2,16,528 મતદારો નોંધાયા હતા. જેમાં1,21,480 પુરૂષ, 95,042 મહિલા અને 06 અન્ય મતદારો નોંધાયા છે. 162-કરંજ વિધાનસભામાં 3,659ના નવા મતદારો સાથે કુલ 1,77,830 મતદારો જેમાં 1,02,258 પુરૂષ, 75,565 મહિલા અને 07 અન્ય મતદારો થયાં છે. 163-લિંબાયત વિધાનસભામાં 8,692ના નવા મતદારો સાથે કુલ 2,92,580 મતદારો જેમાં1,63,676 પુરૂષ, 1,28,895 મહિલા અને 09 અન્ય મતદારો થયાં છે. 164-ઉધના વિધાનસભામાં 7,121નવા મતદારોના ઉમેરા સાથે સાથે કુલ 2,67,653 મતદારો જેમાં 1,55,106 પુરૂષ,1,12,531 મહિલા અને 16 અન્ય મતદારો થયાં છે. 165-મજુરા વિધાનસભામાં 6,173 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 2,75,532 મતદારો જેમાં 1,50,249 પુરૂષ,1,25,275 મહિલા અને 08 અન્ય મતદારો થયાં છે.
166-કતારગામ વિધાનસભામાં 8,2221 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 3,21,028 મતદારો જેમાં 1,76,555 પુરૂષ, 1,44,470 મહિલા અને 03 અન્ય મતદારો થયા છે. 167-સુરત પશ્ચિમ વિધાનસભામાં 4,965 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 2,55,084 મતદારો જેમાં 1,29,832 પુરૂષ, 1,25,250 મહિલા અને 02 અન્ય મતદારો થયાં છે. 168-ચોર્યાસીમાં 25,716 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 5,47,193 મતદારો જેમાં 3,11,973પુરૂષ, 2,35,207 મહિલા અને 13 અન્ય મતદારો થયાં છે. 169-બારડોલીમાં 12,221 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 2,63,295 મતદારો જેમાં 1,36,978 પુરૂષ, 1,26,943 મહિલા અને 04 અન્ય મતદારો થયાં છે. 170-મહુવા વિધાનસભામાં 2,928 નવા મતદારોના ઉમેરા સાથે કુલ 2,28,428 મતદારો જેમાં 1,11,722 પુરૂષ, 1,16,706 મહિલા મતદારો થયાં છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત