સુરત, 9 જાન્યુઆરી : શ્રી સુરત ક્ષત્રિય યુવક મંડળ દ્વારા રવિવારે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મકર સંક્રાતિ પર્વની પૂર્વે સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાલ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના ખરવરનગર ખાતે આવેલા વ્રજ રામેશ્વર મંદિર ખાતે આયોજિત કેમ્પમાં યુવક મંડળ અને ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 150 રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કર્યું હતું. યુવક મંડળ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં, પ્રતિ વર્ષ જરૂરિયાતમંદ 280 પરિવારોને અનાજ પહોંચાડવામાં આવે છે.તેમજ નોટબુક વિતરણ, આર્થિક રીતે નબળા પરીવારના બાળકોની ટ્યુશન ફી ભરવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.સુરત શહેરમાં હાલ કોરોનાની ત્રીજી લહેરએ ટકોરા મારી દીધા છે.પ્રતિ દિન હવે સરેરાશ 800થી 1000 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાવા લાગ્યા છે ત્યારે, આગામી દિવસોમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વધુને વધુ રક્તદાન કેમ્પ આયોજિત થાય તે માટે વિવિધ બ્લડ બેન્ક દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત