સુરત, 11 જાન્યુઆરી : નવસારી જિલ્લાના ખેરગામ ગામે સ્થિત માં જગદંબા ધામમા મંગળવારે કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 817 મી ભગવતકથા નો મંગલ આરંભ થયો હતો.
ખેરગામ ગામે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઇ શુકલની આ 817મી ભગવતકથાનો મંગલ આરંભ થયો હતો.અંકિતા અંબરીશ શુકલ દ્વારા પોથીજી ની પધરામણી થઇ હતી.દેવનારાયણ ગૌધામ મોતા ના પૂ.તારાચંદ બાપુ ના હસ્તે દીપ પ્રાગટય કરવામા આવ્યું હતું.મુખ્ય યજમાન વર્ષાબેન પટેલ વરિયાવ વતી અન્ય લોકોએ પૂજન અર્ચના કરી હતી.કથાના પ્રારંભ પૂર્વે પૂર્વે વિષ્ણુ સહસ્ત્ર પાઠ- તુલસી પૂજન અને દશાંશ હવન સંપન્ન થયો હતો.ભાગવત કથા નો આરંભ કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે ભાગવત સુધી પહોંચવાનું પરમ સાધન ભાગવત છે.ભાગવત ગ્રંથ નથી પણ સ્વયં ભગવાન નું વાંગમય સ્વરૂપ છે કળિયુગ નું કલ્પવૃક્ષ છે.ભાગવત નો આશ્રય કરનાર ને મનવાંચીત ફળ પ્રાપ્ત થાય છે.કોરોનાની મહામારી વચ્ચે વધુ શ્રોતા એકત્રિત ન થાય તે હેતુથી આજથી 17 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 9 થી 12 આ કથાનું ફેસબૂક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.આથી, ઘરે બેઠા ભક્તજનો કથા શ્રવણનો લાભ લઇ શકે.કથામાં આવતા પ્રસંગો વિવિધ પ્રસંગો જેવા કે વિદુર ચરિત્ર,નૃસિંહ પ્રાગટય,કૃષ્ણ જન્મ,ગોવર્ધન પૂજા,રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર વગેરેને ધામધૂમપૂર્વક ઉજવવામા આવશે.કથા દરમિયાન દાતાઓ દ્વારા બ્રહ્મભોજનની સેવા પણ કરવામાં આવી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત