સુરત શહેર-જિલ્લામાં કોરોના વિસ્ફોટ : 2124 કોરોના સંક્રમિત, 1 નું મોત

સ્થાનિક
Spread the love

સુરત, 11 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયાને કોરોનાની મહામારીએ બાનમાં લઈ લીધી હોય તેવી સ્થિતિનું ફરીથી એક વાર નિર્માણ થઇ ગયું છે.છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ રાજ્યોમાં સંક્રમણ સતત હોવાના સમાચારો મળી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1.68 લાખ કરતા વધુ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રહી વાત ગુજરાતની તો સમગ્ર રાજ્યમાં હવે કોરોનાએ તેનો વિકરાળ પંજો ફેલાવી દીધો છે.છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 7476 દર્દીઓ સંક્રમિત થયા છે જયારે 3 દર્દીઓના કરૂણ મોત થયા છે.જયારે, રાજ્યમાં એક્ટિવ દર્દીઓનો આંકડો હવે વધીને 37238 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતની સ્થિતિ પણ દિવસે ને દિવસે વણસી રહી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 2124 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં,સુરત શહેરના 1988 અને જિલ્લાના 136 સંક્રમિત દર્દીઓનો સમાવેશ થાય છે.શહેરમાં નવા નોંધાયેલા 1988 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 1,23,500 જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 136 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંકડો 33,080 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો હવે 1,56,580 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 1 દર્દીનું કરૂણ મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો હવે 2120 પર પહોંચ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1630 અને જિલ્લાના કુલ 490 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 370 અને જિલ્લામાંથી 59 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 1,43,872 પર પહોંચ્યો છે. જેમાં, સુરત જિલ્લાના કુલ 31,882 ડિસ્ચાર્જ પામેલા દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ઝોન વાઈઝ જે આંકડાઓ પ્રાપ્ત થયા છે.જેમાં, સેન્ટ્રલ ઝોનમા 122, વરાછા એ માં 120, વરાછા બી માં 77, કતારગામમાં 120, લીંબાયતમાં 243, ઉધનામાં 103 જયારે રાંદેરમાં 594 દર્દીઓ સંક્રમિત થયા છે.જયારે શહેરમાં હોટ સ્પોટ બનેલા અઠવા ઝોનમાં સૌથી વધુ 609 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. વધી રહેલા સંક્રમણ વચ્ચે આજે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને ઉચ્ચ અધિકારીઓએ શહેરની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, શહેરમાં દિન પ્રતિ દિન વધી રહેલા સંક્રમણને જોતા આગામી દિવસો શહેર માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરશે તેવું જાણકારોનું કહેવું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *