સુરત શહેર-જિલ્લામાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા : 2770 કોરોના ગ્રસ્ત, 2ના કરૂણ મોત

સ્થાનિક
Spread the love

સુરત, 12 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયામાં કોરોનાના પ્રકોપએ સ્થિતિ વરવી બનાવી દીધી છે.ભારતમાં પણ ત્રીજી લહેરએ તંત્ર અને લોકોને ચિંતાજનક સ્થિતિમાં મૂકી દીધા છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1.94 લાખ કરતા વધુ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતમાં પણ સ્થિતિ દિવસે ને દિવસે સ્થિતિ વિસ્ફોટક બની રહી છે.અને દિવસે ને દિવસે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 9941 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 4ના કરૂણ મોત થયા છે તે પૈકી 2 વ્યક્તિઓના કરૂણ મોત સુરત શહેરમાં થયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3904 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.જયારે સુરત શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કાલકામ સુરત શહેરમાં 2505 અને જિલ્લામાં 265 દર્દીઓ સાથે કુલ 2770 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.આ અગાઉ છેક 24 એપ્રિલ-2021ના રોજ સુરતમાં 2361 દર્દીઓ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 2505 દર્દીઓ સાથે શહેરમાં કુલ 1,26,005 જયારે જિલ્લામાં નવા 265 દર્દીઓ સાથે કુલ 33,345 દર્દીઓ નોંધાયા છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના કારણે સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,59,350 પર પહોંચી છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના કરૂણ મોત થયા છે. જેમાં શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને ડાયાબિટીઝ તેમજ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા 70 વર્ષીય પુરુષ અને શહેરના અઠવા ઝોનના પનાસ ગામમાં રહેતા 35 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.આ 2 મૃત્યુ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ આંકડો 2122 પર પહોંચ્યો છે.જેમાં, સુરત શહેરના કુલ 1632 મૃતકો અને જિલ્લાના કુલ 490 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 460 અને જિલ્લામાંથી 88 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,44, 220 પર પહોંચ્યો છે.જેમાં સુરત જિલ્લાના ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 31,970 દર્દીઓનો સમાવેશ થાય છે.શહેર-જિલ્લામાં સતત વધી રહેલા સંક્રમણના પગલે સુરતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને હવે 12,807 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં જે નવા 2505 દર્દીઓ નોંધાયા છે. જેમાં,ઝોન વાઈઝ દ્રષ્ટિપાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 111, વરાછા બી માં 185, રાંદેરમાં 413, કતારગામમાં 448, લીંબાયતમાં 182, ઉધના એ માં 202, ઉધના બી માં 40 જયારે શહેરમાં સૌથી વધુ 515 દર્દીઓ વરાછા એ ઝોનમાં નોંધાયા છે.શહેરમાં આગામી 25 દિવસ અતિ ભારે હોવાનું શહેર મનપા કમિશનરે જણાવ્યું છે. આગામી દિવસોમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આજે શહેરના વિવિધ એનજીઓ સાથે તેમણે બેઠક કરી હતી અને શહેરમાં વિવિધ સ્થળો પર આઇસોલેશન સેન્ટર ઉભા કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *