સુરત, 13 જાન્યુઆરી : ‘ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ-‘રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગરૂપે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને વેસ્ટઝોન કલ્ચર સેન્ટર-છોટાઉદેપુર અને લલિતકલા અકાદમી-અમદાવાદ દ્વારા કામરેજ તાલુકાના મોરથાણ ખાતે વિશ્વભારતી ગર્લ્સ સ્કૂલમાં ‘રંગોળી સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં કુલ 75 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વતંત્રતા સંગ્રામના શહીદો અને આઝાદીના પ્રેરક પ્રસંગોની આકર્ષક રંગોળીઓ બનાવી હતી. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે મેઘાણી પરી શૈલેષભાઈ, દ્વિતીય ક્રમે મોરડીયા મુમુક્ષા મનિષભાઈ અને ત્રીજા ક્રમે ગોહિલ વિવેક શૈલેષભાઈ પસંદગી પામ્યા હતાં. આ 1થી 3 ક્રમના વિજેતાને અનુક્રમે રૂ.5000, રૂ. 3000 અને રૂ.2000 રોકડ પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવશે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સુરત દ્વારા આ સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટઝોન કલ્ચર સેન્ટર-છોટાઉદેપુરના કોર્ડિનેટર રાકેશ મહેતા અને કોર્ડિનેટર અદનાન ફારૂકી ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત