સુરતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષએ મકર સંક્રાંતિ પર્વની સૌને આપી શુભકામના

સ્થાનિક
Spread the love

સુરત, 13 જાન્યુઆરી : આજ રોજ ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા તેમના કાર્યાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધી હતી.

તેમણે તેમના સંબોધનમાં સમગ્ર ગુજરાતના નાગરિકોને મકારસંક્રાતિના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતભરમાં લગભગ 25 લાખ અને સુરતમાં આશરે 2 લાખ જેટલા પતંગનું બુથ લેવલ સુધી વિતરણ કરવામાં આવ્યું છે .આ પતંગો મારફતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કોરોના રસીકરણની માહિતી લોકો સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ પતંગ વિતરણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે.ખૂબ જ વિશાળ પાયે હાથ ધરાયેલા મફત રસીકરણ અભિયાનથી દેશની મોટા ભાગની જનતાને રસી આપવામાં આવી હતી જેથી કરીને કોરોનાની આ ત્રીજી ખુબ જ ભયજનક લહેરની અસર ઓછી કરવામાં મહદ અંશે સફળતા મળી છે .પતંગો ઉપર આઝાદીના અમૃત મહોત્સવની માહિતી દ્વારા દેશના યુવાનોને ખ્યાલ આવશે કે જયારે આઝાદીના75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપણને આઝાદી કેવી રીતે મળી અને એ માટે આપણે કેટલા બલિદાનો આપ્યા છે અને કેટલો સંઘર્ષ કર્યો છે કે જેથી આજે આપણે આ લોકશાહીની ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ .આ આઝાદીના અમૃત મહોત્સવની માહિતી આજના યુવાનો સુધી પહોંચશે તો તેમનામાં રાષ્ટ્ર પ્રેમ અને દેશ માટે બલિદાનની ભાવના વધુ મજબૂત બનશે .
આ પ્રસંગે સુરત મહાનગર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રીઓ મુકેશદલાલ , કિશોર બિંદલ , કાળુ ભીમનાથ , ધારાસભ્ય સંગીતા પાટીલ , સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ , શાસક પક્ષ નેતા અમિત રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *