સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 2933 કોરોના સંક્રમિત, 1નું કરુણ મોત

સ્થાનિક
Spread the love

સુરત, 13 જાન્યુઆરી : સમગ્ર દુનિયાને દયાજનક સ્થિતિમાં મૂકનારી કોરોનાની મહામારીએ ભારતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.94 લાખ કરતા વધુ દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 11, 176 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે જયારે,5 કોરોના ગ્રસ્ત દર્દીઓના કરૂણ મોત થયા છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3754, સુરતમાં 2993, વડોદરામાં 1047, રાજકોટમાં 573 દર્દીઓ નોંધાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના સંક્રમણ સત્તવધિ રહ્યું છે.સતત વધી રહ્યું છે.રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 50, 612 પર પહોંચી ગઈ છે.જેમાંથી, 64 દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 2690 દર્દીઓ સાથે કુલ આંક 1,28,695 જ્યારે જિલ્લામાં નવા નોંધાયેલા 243 દર્દીઓ સાથે કુલ આંક 33,588 દર્દીઓ પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,62,283 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1 દર્દીનું કરૂણ મોત થવાથી શહેરમાં મૃતકોનો કુલ આંક 1633 પર પહોંચ્યો છે.જિલ્લાના કુલ 490 મૃતકો સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો હવે 2123 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 910 અને જિલ્લામાંથી 102 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,45,432 પર પહોંચ્યો છે.જેમાં, સુરત જિલ્લાના કુલ 32,072 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.શહેર-જિલ્લામાં વધી રહેલા સંક્રમણના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને હવે 14,278 પર પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં જે નવા 2690 દર્દીઓ સંક્રમિત થયા છે.તેમાં, ઝોન વાઈઝ દ્રષ્ટિપાત કરીએ તો સેન્ટ્રલમાં 127, વરાછા એ માં 228, વરાછા બી માં 127, કતારગામમાં 316, લીંબાયતમાં 200, ઉધના એ માં 357, ઉધના બી માં 99 જયારે સૌથી વધુ રાંદેર ઝોનમાં 640 દર્દીઓ નોંધાયા છે.આવતી કાલે મકર સંક્રાંતિ પર્વ છે ત્યારે, સતત ત્રણ દિવસ સુધી શહેરમાં લોકો પતંગ ઉડાડવાનો આનંદ માણશે ત્યારે, ત્યાર બાદ ફરીથી કોરોનાનો આંકડો હજુ વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *