માંડવીની રેફરલ હોસ્પિટલમાં રૂ.5 કરોડના ખર્ચે નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ

સ્થાનિક
Spread the love

સુરત, 19 જાન્યુઆરી, સુરત : કોરોના મહામારીની ત્રીજી લહેરમાં માંડવી તાલુકામાં વધતા જતા કેસોને ધ્યાને લઇ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે રૂ.5 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત RTPCR લેબોરેટરીને સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ખૂલ્લી મુકવામાં આવી હતી. આ લેબ થકી માંડવી ખાતે રોજિંદા 500 RTPCR ટેસ્ટ થઈ શકશે.

         સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટિંગની સુવિદ્યા સિવિલ હોસ્પિટલમાં જ લેબ કાર્યરત છે. સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજાએ કોરોનાના RTPCR ટેસ્ટ કરાવવા સુરત જવું પડતું હતું. જેથી રાજ્ય સરકારમાં સબળ રજૂઆત કરતા માંડવી રેફરલ હોસ્પિટલમાં રૂ.5 કરોડની ગ્રાન્ટ ફાળવી લેબ શરૂ કરવામાં આવી છે. અહીં ટેસ્ટિંગના જરૂરી સાધનો સાથે 8 જેટલા લેબ ટેક્નિશિયનનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *