સુરત : શહેરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં 1100 કિલો ગોળ-ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું

સ્થાનિક
Spread the love

સુરત, 20 જાન્યુઆરી : શહેરની સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી ગાયનેક વોર્ડમાં પ્રસૂતાઓને 1100 કિલો ગોળ અને 1100 કિલો ખજૂરનું લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા પણ દિવ્યાંગો માટેની આવશ્યક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સુરત શહેરની નર્સિંગ કોલેજની જે વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈને દિલ્હી એઇમ્સ ખાતે ડ્યુટી કરવા જવાની છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

        સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા ગાયનેક વોર્ડમાં એડમિટ પ્રસૂતાઓને પોષણ મળે અને તે સશક્ત બને તેવા ઉમદા હેતુથી ગુરુવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી પ્રસૂતાઓને 1100 કિલો ગોળ અને 1100 કિલો ખજૂરનું લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું.પોષણ યુક્ત ગુજરાત અને સશક્ત નારી અભિયાન અંતર્ગત આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

        આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા દિવ્યાંગો માટે ઉપયોગી એવી 8 વહીલચેર, 2 ટ્રાયસિકલ તેમજ વોકરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત શહેરના પ્રસિદ્ધ ગાયનેક ડો.સંધ્યા છાસટિયા તેમજ અન્ય અગ્રણી તબીબો તથા નર્સ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરીને રાષ્ટ્રીય લેવલે ઉત્તીર્ણ થઈને દિલ્હી ખાતે એઇમ્સમાં નોકરી મેળવનારી 7 વિદ્યાર્થીનીઓનું પણ આ તબક્કે નર્સિંગ એસોસિએશન અને ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

        માતા અને નવજાત શિશુ તંદુરસ્ત રહેશે તો દેશની ભાવિ પેઢી સ્વસ્થ રહેશે.ત્યારે, પ્રસૂતાઓને ગોળ અને ખજૂર જેવા પૌષ્ટિક આહારનું વિતરણ કરીને વાસ્તવમાં એક સુંદર સમાજ સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત શહેરના વિવિધ સેવાભાવી દાતાઓ દ્વારા અવારનવાર નર્સિંગ એસોસિએશનના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જે અભિનંદનને પાત્ર છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *