સુરત, 21 જાન્યુઆરી : કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. સુરત જિલ્લાને છેવાડે આવેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકાની સરકારી હોસ્પિટલો ખાતે 250-250 LPMની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 23મીએ રવિવારે નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
માંગરોળ તાલુકા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.29.95 લાખના ખર્ચે 250 LPMની કેપેસીટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે 30 ઓકિસજન બેડની સુવિધા ઉપલબ્ધ થશે. આ જ રીતે ઉમરપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ રૂા.29.95 લાખના ખર્ચે નિર્મિત થયેલા ખર્ચે 250 LPMની કેપેસીટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે 30 ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ થશે. આમ કોરોનાની લહેર વચ્ચે છેવાડાના આદિવાસી વિસ્તારના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટો આશીર્વાદરૂપ બનશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત