સુરત : ખોડલધામ પાટોત્સવમાં પાટીદારોએ ઓનલાઈન જોડાઈને માં ખોડલની આરતી ઉતારી

સ્થાનિક
Spread the love

સુરત, 21 જાન્યુઆરી : 21 જાન્યુઆરી 2022 ના રોજ સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.જે મહોત્સવને આજ રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોઈ તે નિમિત્તે પંચવર્ષીય પાટોત્સવ ઉજવાય રહ્યો છે.જોકે,કોરોનાની મહામારીના કારણે કાગવડ ખાતેના આ મહોત્સવના સાક્ષી સૌ બની શકે તેમ ન હોઈને વર્ચ્યુઅલ માધ્યમથી સૌ કોઈ માં ખોડલના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.શુક્રવારે સવારે 9 માતાજીની ભવ્ય આરતીના દર્શન કરી શકે તે માટે શહેરના વિવિધ 51 સ્થાનો પર વ્યવસ્થા કરવામાં આવી હતી.શહેરમાં અંદાજે 100 જેટલી એલઇડી સ્ક્રીન લગાડવામાં આવી હતી.પાટીદાર સમાજ દ્વારા પોતાના કુળદેવીમાં ના સૌ કોઈ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.


શહેરના વિવિધ સ્થાનો પર મોટી સંખ્યામાં પાટીદાર સમાજ લાઈવ આરતીમાં જોડાયો હતો.શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મીની બજારમાં પણ એલઈડી લગાડવામાં આવી હતી.જ્યાં હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવનો કાર્યક્રમ નિહાળ્યો હતો અને માં ખોડલ પ્રત્યે તેમની આસ્થા વ્યક્ત કરી હતી.શુક્રવારે કાગવડ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોને વર્ચ્યુઅલ માધ્યમથી લોકોએ દિવસ ભર નિહાળ્યો હતો. સુરત શહેરની અલગ-અલગ સોસાયટીઓમાં પણ પાટીદારો દ્વારા ખોડલધામમાં આરતી કરવામાં આવી બરાબર તે જ સમયે આરતી કરી હતી.કોરોના સંક્રમણના કારણે કાગવડ ખાતે આયોજિત વિવિધ ભવ્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત ન રહે તે હેતુથી આયોજકો દ્વારા ત્યાં ઉપસ્થિત ન રહેવા લોકોને અપીલ કરી હતી. તેમની અપીલને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ માધ્યમથી લોકોએ માં ખોડલની પૂજા અર્ચના કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *