સુરત, 21 જાન્યુઆરી : સુરત શહેરના વોર્ડ નંબર 10 ( અડાજણ-ઇચ્છાપોર-પાલ )માં સરકારની વિવિધ સેવાઓનો સીધો લાભ શ્રમિકોને મળે તે હેતુથી ભાજપાના સ્થાનિક નગરસેવક દ્વારા ઈ શ્રમિક કાર્ડ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં, મોટી સંખ્યામાં શ્રમિકોએ ઉપસ્થિત રહીને તેનો લાભ મેળવ્યો હતો.સુરત શહેરમાં દેશના વિવિધ રાજ્યોના લોકો આવીને વસ્યા છે.તાપી તટે વસેલા આ મહાનગરમાં આવનારા હરકોઈને રોજી રોટી આપી છે.આ શહેરમાં પરપ્રાંતીયોની બહુ મોટી વસ્તી છે.ખાસ, કરીને વિવિધ રાજ્યોમાંથી અહીં આવીને વસેલા શ્રમિકો માટે આ શહેર હવે તેમના શહેરનો અતિ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.આ શ્રમિકો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લઇ શકે તે હેતુથી તેઓને ઈ-શ્રમિક કાર્ડ આપવામાં આવી રહ્યા છે.સુરત શહેરના વોર્ડ ક્રમાંક 10માં આવેલા રાખલનગર પ્રાથમિક શાળામાં સ્થાનિક નગરસેવક અને તેમના સમર્થકો દ્વારા ઈ-શ્રમિક કાર્ડ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.જેનો બહોળી સંખ્યામાં શ્રમિકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.
શ્રમિકો માટે આ કેમ્પ આયોજિત કરનાર સ્થાનિક નગરસેવક નિલેશ પટેલે જણાવ્યું હતું કે બહારથી આવેલા આ શ્રમિકો પાસે આધાર કાર્ડ પણ હોતું નથી.સરકારની વિવિધ યોજનાઓનો લાભથી આ શ્રમિકો વંચિત ન રહે તે માટે તેઓ જ્યાં ભાડે રહેતા હોય છે ત્યાંના ભાડા કરાર બનાવીને તેઓ માટે સમયાંતરે આધારકાર્ડ,જન ધન યોજના અંતર્ગત બેંકમાં ખાતા ખોલાવવા સહિતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.આ શ્રમિકો દિવસ દરમિયાન મજૂરી કામે જતા હોય છે ત્યારે, તેમના અનુકૂળતાના સમયે તેમજ તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં પણ આવા કેમ્પ આયોજિત કરીએ છીએ.જેથી, તેઓને ઝડપથી આ ઈ શ્રમિક કાર્ડ મળી જાય. આ પ્રકારના આયોજનોને લઈને શ્રમિકોમાં પણ સંતોષની લાગણી પ્રવર્તી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત