સુરત, 21 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર તેનો પ્રકોપ દેખાડી રહી છે.દેશના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ગુજરાતમાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 21,225 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.અમદાવાદ બાદ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાં આંશિક ઘટાડા સાથે છેલ્લા 24 કલાકમાં 2576 દર્દીઓ નોંધાયા છે.જેમાં, સુરત શહેરના 2124 અને જિલ્લાના 452 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેરમાં 2 અને જિલ્લામાં 2 મળીને છેલ્લા 24 કલાકમાં કુલ 4 દર્દીના કરૂણ મોત થયા છે.
સુરત શહેરમાં નવા નોંધાયેલા 2124 દર્દીઓ સાથે શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 1,51,301 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 108, વરાછા એ ઝોનમાં 186, વરાછા બી ઝોનમાં 130, કતારગામ ઝોનમાં 227, લીંબાયત ઝોનમાં 156, ઉધના એ ઝોનમાં 126, ઉધના બી ઝોનમાં 24, અઠવા ઝોનમાં 574 જયારે સૌથી વધુ રાંદેર ઝોનમાં 593 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2336 દર્દીઓને ડિસ્ચાર્જ આપવા સાથે શહેરમાં અત્યાર સુધી ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો 1,27,008 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં જે 2 દર્દીઓના મોત થયા છે.તે બન્ને કતારગામ ઝોનના મહિલા દર્દીઓ છે.મૃતક 75 વર્ષીય મહિલા બીપી અને ડાયાબિટીઝની બીમારીથી પીડાતા હતા.જયારે, અન્ય એક મૃતક મહિલા 65 વર્ષના હતા.આ બન્ને મૃતક મહિલાને સારવાર અર્થે શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તે બન્નેએ પ્રાણ ગુમાવ્યા હતા.શહેરમાં હાલ 22648 એક્ટિવ દર્દીઓ છે.જયારે, છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 12099 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત