સુરત, 22 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આમદાવાદ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધ ઘટ થઇ રહી છે.ત્યારે, સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેર માટે આગામી દસ દિવસ ખૂબ જ મહત્વના છે.શહેરમાં કોરોના હવે પીક પર જશે અને શહેરમાં દર્દીઓની સંખ્યા વધશે. લોકો ઓછામાં ઓછા સંક્રમિત થાય અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમાંરી ટીમ સર્વેલન્સની ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. તેના કારણે વધુમાં વધુ લોકોને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લખનીય છે કે સુરત મનપા દ્વારા લોકો કોરોના સંક્રમિત ન થાય તેના માટે વેક્સિનેશન પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન બીજો ડોઝ શહેરના 90% લોકોને આપી દેવામાં આવ્યો છે. તેમજ 15થી 18 વર્ષના કિશોરોમાં 95 ટકા જેટલું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે.પહેલા શહેરમાં પ્રતિ દિન માત્ર 4000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. જે હવે વધારીને 22000 કરવામાં આવ્યા છે. સર્વેલન્સ ટીમના તપાસમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા 300 જેટલા કર્મચારીઓ હતા. હવે 1200 લોકોની મદદ લેવાઈ રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 150 જેટલા સંજીવની રથ કાર્યરત છે. મનપાની ઘનિષ્ઠ કામગીરીના કારણે જ શહેરની હોસ્પિટલોમાં ખુબ જ ઓછા લોકોને એડમિટ કરવા પડી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત