સુરત, 23 જાન્યુઆરી : આઝાદ હિંદ ફોજના સ્થાપક ને રાષ્ટ્રના પનોતા પુત્ર નેતાજી સુભાષચન્દ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરના વોર્ડ ક્રમાંક 9 ( રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર ) માં રવિવારે બ્લડ ડોનેશન, ઈ શ્રમ કાર્ડ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અંગેનો ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ કેમ્પમાં સુરત શહેરના મેયર સહિત સંગઠનના વિવિધ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા હાલ અનેકવિધ સમાજ ઉપયોગી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે.સમગ્ર દિવસ દરમિયાન મજુરી કામ કરતા શ્રમિકો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ અમલમાં મુકવામાં આવ્યું છે.દેશના નાગરિકો પૈસાના અભાવે આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સુવિધા અમલમાં મુકવામાં આવી છે અને જે લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે.રવિવારે નેતાજી સુભાષચન્દ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ ક્રમાંક 9 માં બ્લડ ડોનેશન કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ તેમના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું.આ કેમ્પની સાથે સાથે લોકો માટે ઈ શ્રમ કાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને મદદ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.નેતાજી સુભાષબાબુની જન્મજ્યંતિ નિમિત્તે આગામી એક સપ્તાહ સુધી વિવિધ કેમ્પ દ્વારા લોકોને સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવા આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે વોર્ડ ક્રમાંક 9 માં આયોજીત આ કેમ્પને સફળ બનાવવા સ્થાનિક નગરસેવકો, ભાજપ યુવા મોરચાના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત