સુરત શહેર-જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : 2151 સંક્રમિત, 3696ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત, 23 જાન્યુઆરી : સમગ્ર દેશ -દુનિયામાં કોરોનાની મહામારી તેનો પ્રકોપ વરસાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં પણ આ મહામારી હાહાકાર મચાવી રહી છે.જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ધીમો પડ્યો હોય તેમ કુલ 16917 કોરોના પોઝિટિવ આવ્યો છે જયારે, આ મહામારીના કારણે રાજ્યમાં કુલ 11 લોકોએ દમ તોડ્યો છે.બીજી તરફ સુરત શહેર-જિલ્લામાં પણ કોરોનાના આંકડાએ કોરોના અંકુશમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કુલ 2151 લોકો સંક્રમિત થયા છે.જેમાં સુરત શહેરના કુલ નવા 1512 અને જિલ્લાના કુલ નવા 639 દર્દીઓનો સમાવેશ થાય છે.જયારે, છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 2 અને જિલ્લામાં 2 મળીને કુલ 4 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે.આ સાથે સુરત શહેરમાં મૃતકોનો કુલ આંક 1648 પર અને જિલ્લામાં મૃતકોનો કુલ આંક 504 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો હવે 2152 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 3230 અને જિલ્લામાં 466 દર્દીઓ સાથે કુલ 3696 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
સુરત શહેરમાં નવા નોંધાયેલા 1512 સાથે શહેરનો કુલ આંકડો 1,54,689 પર જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 639 દર્દીઓ સાથે જિલ્લામાં કુલ આંક 38,410 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,93,099 પર પહોંચી છે.સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,67,639 પર પહોંચી છે. જેમાં, સુરત જિલ્લાના અત્યાર સુધીના ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 34,389 દર્દીઓનો સમાવેશ થાય છે. સુરત શહેર-જિલ્લામાં હાલ 23,308 એક્ટિવ દર્દીઓ છે.સુરત શહેર-જિલ્લામાં 2 દિવસથી દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને લઈને તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *