સુરત: એસવીએનઆઈટીમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે વિવિધ રંગોળીઓ બનાવાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 24 જાન્યુઆરી : સુરત શહેરના પીપલોદ વિસ્તાર સ્થિત એસવીએનઆઈટીમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સોમવારે વીરાંગના થીમ પર વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ દ્વારા ધ્યાનાકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી.આ રંગોળીઓ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સામાજિક જાગૃતિના સંદેશાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

         ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થાય હોઈને દેશભરમાં હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે.પ્રજાસત્તાક દિનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.ત્યારે, દેશભરમાં આઝાદી પર્વના અમૃત મહોત્સવને નાગરિકો દ્વારા અનેરા ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.સુરત શહેરના પીપલોદ સ્થિત એસવીએનઆઈટી ખાતે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સમાજ જાગૃતિના સંદેશ સાથે આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી છે.આપણા દેશમાં એક સમયે દીકરીને સાપનો ભારો કહેવામાં આવતું હતું. દીકરીને દૂધ પીતી કરી દેતા એટલે કે જન્મતા વેંત જ તેને મારી નાખવામાં આવતી હતી.હવે, સમય બદલાયો છે. આધુનિક ભારતમાં આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં ફક્ત આગળ નથી જઈ રહી પરંતુ, ગૌરવભેર નેતૃત્વ કરી રહી છે.ખાસ કરીને જ્યારથી પીએમ મોદી દ્વારા " બેટી બચાવો, બેટી પઢાવો " અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારથી સ્ત્રી સશક્તિકરણને ભારે વેગ મળ્યો છે.ત્યારે, એસવીએનઆઈટી ખાતે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ રંગોળીઓમાં દેશભક્તિ સભર સામાજિક જાગૃત્તિના સંદેશાઓને ધ્યાનાકર્ષક રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી આ રંગોળીઓ બનાવવા માટે એસવીએનઆઈટી પરિસરમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ભારે જહેમત રહ્યા છે.

         એસવીએનઆઈટી પરિસરમાં 100 જેટલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા આ રંગોળીમાં બેટી બચાવો, સ્વદેશી અપનાવો, વિદેશી વસ્તુઓનો બોયકોટ, જય જવાન-જય કિસાન, મહાન સમાજ સુધારક સાવિત્રીબેન ફૂલે,વીરાંગના રાણી લક્ષ્મીબાઈ, દાંડી માર્ચ સહિતના વિવિધ મુદ્દાઓને આકર્ષક રંગોળીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને સામાજિક સંદેશો આપ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *