સુરત, 25 જાન્યુઆરી : “ રાષ્ટ્રીય દીકરી દિવસ ” નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરત દ્વારા ઉમરપાડા તાલુકાના ઉચવાણ ખાતે વનરાજ માધ્યમિક શાળામાં ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત ચિત્ર-નિબંધ સ્પર્ધા તેમજ દીકરી વધામણાં કીટ અને હાઈજીન કીટનું વિતરણ કરાયું હતું.
સ્પર્ધામાં શાળા ધો-10 ના કુલ-20વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પસંદગી પામેલા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી નવાજ્યા હતા. શાળાના આચાર્યએ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન કરવા અને કન્યા કેળવણી માટે સરકારની યોજના વિષે સમજ આપી હતી. મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારીએ બાળલગ્ન અટકાવવા તથા મહિલાલક્ષી યોજના વિશે માહીતી આપી હતી. ઉપસ્થિત સૌએ 'બેટી બચાવો, બેટી પઢાવો'ની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે બી.આર.સી ઉમરપાડા, શાળાના આચાર્યા, શિક્ષકો તથા મહિલા શક્તિ કેન્દ્રનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત