સુરત,25 જાન્યુઆરી : દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ નિમિત્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષા વકીલના અધ્યક્ષસ્થાને મહિલાઓ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓએ ઈ-માધ્યમથી મુખ્યમંત્રીએ પરિસંવાદ કર્યો હતો.
આ પ્રસંગે દીકરી દિવસની ઉજવણી નિમિત્તે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પ્રતિજ્ઞાવાંચન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારી, કચ્છ દ્વારા બાલિકા પંચાયત શરૂ કરવા પાછળના ધ્યેયની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ કમિશનર કે.કે.નિરાલાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કચ્છની બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓની કામગીરી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી.
મંત્રીએ દીકરીની સિદ્ધિઓને બિરદાવી તેમને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવી હતી. વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત 3 દીકરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’નું સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યાં હતાં. અધિક કમિશનર સિદ્ધિ પટેલે આભારદર્શન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત