સુરત, 25 જાન્યુઆરી : સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી અંતર્ગત લોકોને મતદાન જાગૃત્તિ માટે પ્રેરિત કરવાં અને લોકશાહીના પાવન પર્વમાં મતદાનનું યથાર્થ મહત્વ સમજાવવા મતદાનના પ્રતિક સમાન સ્વસ્તિકની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય અરવિંદ ઠેસિયા અને ધર્મેશસલીયા તેમજ ધર્મવલ્લભ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી મતદાન જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત