સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 1476 કોરોના સંક્રમિત, 5ના મોત

સ્થાનિક
Spread the love

સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 1476 કોરોના સંક્રમિત, 5ના મોત

સુરત, 25 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વરસાવી રહી છે. ગુજરાતમાં પણ ત્રીજી લહેર વચ્ચે પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલી વધ -ઘટ ના કારણે વિશેષજ્ઞો પણ વિમાસણમાં મુકાયા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફરીથી એક વાર કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.રાજ્યમાં 16608 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે અને ત્રીજી લહેરમાં સૌથી વધુ 28 લોકોના કરૂણ મોત થયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 5386 દર્દીઓ નોંધાયા છે. જયારે, છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 1004 અને જિલ્લામાં નવા 472 દર્દીઓ સાથે કુલ 1476 દર્દીઓ નોંધાયા છે.જે ગઈ કાલના દર્દીઓની સંખ્યામાં વધારો દર્શાવી રહ્યો છે.સુરત શહેરમાં 2 અને ગ્રામીણ વિસ્તારમાં 3 મળીને કુલ 5 વ્યક્તિના કરૂણ મોત થયા છે.શહેરમાં નવા નોંધાયેલા 1004 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક હવે 1,56,829 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 3490 અને જિલ્લામાં 644 મળીને કુલ 4034 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. સુરત શહેરમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,40,100 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કુલ 17134 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં જે 2 વ્યક્તિઓના મોત થયા છે તેમાં, લીંબાયત ઝોનના 50 વર્ષીય મહિલા કે જે શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હ્રદય, બીપી અને ડાયાબીટિઝની બીમારીથી પીડિત હતા તે અને કતારગામ ઝોનના 56 વર્ષીય પુરુષ કે જેઓ એપલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેનો સમાવેશ થાય છે. 56 વર્ષીય મૃતક પુરુષ ખેંચની બીમારીથી પીડાતા હતા.
સુરતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા ઘટાડાની વચ્ચે મનપા કમિશનરે જણાવ્યું છે કે ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન માટે સુરત મનપા દ્વારા સૌથી ઝડપી અને ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવી છે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે.શહેરમાં પીક સમય હવે પસાર થયો છે અને રસીકરણની મનપાની મહેનત હવે રંગ લાવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *