સુરત, 26 જાન્યુઆરી : સુરતમાં જિલ્લા કક્ષાના 73 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે કર્મયોગીઓ અને કરૂણા અભિયાન-2022 અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ/સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પરિક્ષેત્ર, વન અધિકારી ડુમસ રેન્જના નીતિન એલ.વરમોરા, સરકારી વેટરનરી, પશુપાલન ખાતાના ડૉ. સુચિત તેજાણી, પ્રયાસ જીવદયા ટ્રસ્ટના પ્રમુખ દર્શન દેસાઈ, નેચર ક્લબના સ્નેહલ પટેલ, કરૂણા જીવદયા ટ્રસ્ટના ધરણેન્દ્ર સંઘવી, મારૂતિ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના અશોકવાઘેલા, જાનકી જીવદયા ટ્રસ્ટના ભાનુ મકવાણા અને પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના કપિલકાછડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત