સુરત : શહેર ભાજપા કાર્યાલય પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી, આપ ના કાર્યકર્તાઓ કેસરીયો ધારણ કર્યો

સ્થાનિક
Spread the love

સુરત, 26 જાન્યુઆરી : ભારત દેશના 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર , મુખ્ય કાર્યાલય, પંડિત દીનદયાળ ભવન , ઉધના ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી.બુધવારના રોજ સવારે 9 કલાકે ભાજપા કાર્યાલય ખાતે સુરત મહાનગર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહામંત્રીઓ મુકેશ દલાલ ,કિશોર બિંદલ , કાળુ ભીમનાથ, પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા,પૂર્વ શહેર અધ્યક્ષ નીતિન ભજીયાવાલા અને અન્ય પદાધિકારીઓ, નગરસેવકો , વોર્ડ પ્રમુખો – મહામંત્રીઓ તથા અન્ય અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.સહુએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વના દિવસે જ સુરત શહેરના વોર્ડ ક્રમાંક 27 ( ડિંડોલી-દક્ષિણ )ના આમ આદમી પાર્ટીના 250થી વધુ મુખ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કરીને ભાજપામાં જોડાયા હતા.આ અવસરે શહેર અધ્યક્ષ ઝાંઝમેરાએ તેમને કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ અવસરે શહેર યુવા ભાજપના પ્રમુખ ભાવિન ટોપીવાલા, મહામંત્રી પાર્થ માધાણી સહિતના યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *