સુરત શહેર -જિલ્લામાં 1094 કોરોના સંક્રમિત : 4107ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત, 27 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની વધ-ઘટ વચ્ચે ગુજરાતમાં ત્રીજી લહેર હવે ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 12,911 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જોકે, રાજ્યમાં મૃતકોનો આંકડો હજુ પણ ચિંતા ઉપજાવે તેવો નોંધાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 22 દર્દીઓના કરૂણ મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 1094 દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે. જેમાં સુરત શહેરના 708 અને જિલ્લાના 386 દર્દીઓનો સમાવેશ થાય છે.જયારે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.જ્યારે, છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 3670 જયારે જિલ્લામાં 430 દર્દીઓ મળીને કુલ 4107 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 708 દર્દીઓ સાથે શહેરમાં કુલ સંખ્યા 1,58,371 પર પહોંચી છે.જયારે 1 વ્યક્તિના મોત સાથે શહેરમાં મૃતકોની કુલ સંખ્યા 1657 પર પહોંચી છે.શહેરમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા 3670 દર્દીઓ સાથે કુલ ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા 1,47,366 પર પહોંચી છે.જયારે, જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા 430 દર્દીઓ સાથે કુલ ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા હવે 3738 પર પહોંચી છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 1,51,104 પર પહોંચી છે. સુરત શહેરમાં જે એક વ્યક્તિનું મોત થયું છે.તે 79 વર્ષીય મહિલા શહેરના રાંદેર ઝોનમાં રહેતા હતા.તેઓ ડાયાબિટીઝ અને બીપીના દર્દથી પીડાતા હતા. શહેરની શેલ્બી હોસ્પિટલમાં તેઓએ દમ તોડ્યો હતો.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 33, વરાછા એ માં 40, વરાછા બી ઝોનમાં 75, કતારગામમાં 63, લીંબાયતમાં 54, ઉધના એ માં 62, ઉધના બી માં 29, અઠવામાં 157 જયારે સૌથી વધુ રાંદેર ઝોનમાં 195 દર્દીઓ સંક્રમિત થયા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *