સુરત, 29 જાન્યુઆરી(હિ. સ.) દર વર્ષે તા. 24 જાન્યુ.એ દેશભરમાં ઉજવાતા ‘ રાષ્ટ્રીય બાલિકા દિવસ ‘ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન- દહેજ એકમ દ્વારા બાલિકાઓનો ઉત્સાહ વધારવા ઉત્થાન કાર્યક્રમ અંતર્ગત ઉત્થાન સહાયકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની 14 શાળાઓમાં બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દહેજ કન્યા અને કુમાર, લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેઠા, જોલવા, રહીયાદ, વેગણી, કોલીયાદ અને કલાદરા પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. ‘મારો હીરો’ અને ‘મારું સપનું’ થીમ પર આયોજિત ઉજવણીમાં 141 બાળકો સહભાગી થયા હતા.

બાળકોએ શાળાઓ અને ગામના ફળિયામાં મહાન ખેલાડીઓ, કલાકારો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વિગેરેના ચાર્ટપેપર પ્રદર્શિત કરી તેમના યોગદાન અને સફળતાની સમજ આપી હતી. કાર્યક્રમમાં બાળકોએ પોતાના સ્વપ્ન વિશે લેખનસ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ બાળકો સામાજિક અંતર અને માસ્ક પહેરી ઉજવણીમાં જોડાયા હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત