સુરત : જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

સ્થાનિક
Spread the love

સુરત, 29 જાન્યુઆરી : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઈ.જિલ્લા કલેક્ટર અને સુડાના સી.ઈ.ઓ. વી.એન.શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જિલ્લા સેવા સદન-2 ના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં ઇ.જિલ્લા કલેકટરએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં જે-તે વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું


ધારાસભ્ય વિવેક પટેલે પ્રવર્તમાન અને ભવિષ્યની વીજ જરૂરિયાતને ધ્યાને રાખી ભેસ્તાનના એનએ-5 ગાર્ડન ખાતે નવું ૬૬ કે.વી. સબસ્ટેશન, આચાર્ય તુલસી સર્કલ ઉધનાથી ગુરૂકુપા સર્કલના વિસ્તારને આવરી લેતું નવું વીજ સબ સ્ટેશન ઉભુ કરવાની રજૂઆત કરી હતી. ઉપરાંત તેમણે ઉધના વિસ્તાર અને ઉન પેટા વિભાગની વહીવટી કચેરી બનાવવા અને ઉધના પાંડેસરા વિસ્તારને રિ-ડેવલોપમેન્ટ કરવા જણાવ્યું હતું. ઉધના બીઆરસી રોડ પર નડતરરૂપ થતા હાઈટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવા બાબતે અને ઉધના વિસ્તાર પરના દબાણો દૂર કરવા તથા રસ્તાને મેન્ટેનન્સ કરવાની રજૂઆત બાબતે ઇ.કલેકટરએ જે તે અધિકારીને સંકલન કરી કાર્યવાહી કરવાની સુચના આપી હતી.બેઠકમાં મેયર હેમાલી બોઘાવાલા, નિવાસી અધિક કલેકટર વાય.બી. ઝાલા તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *