સુરત, 30 જાન્યુઆરી : 30 મી જાન્યુઆરીએ એટલે કે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન. તેમના આ નિર્વાણ દિને સુરત શહેરના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા પર આમ આદમી પાર્ટી દ્વારા સુતરાંજલી અર્પણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા સમગ્ર જીવન જેમણે રાષ્ટ્રને અર્પણ કર્યું.તેવા મહાત્મા ગાંધીજીને 30 જાન્યુઆરી , 1948ના રોજ નાથુરામ ગોડસેએ ગોળીએથી વીંધી નાખ્યા હતા.

અહિંસાના પૂજારી ગાંધીજીના જવાથી આ રાષ્ટ્રને ન પુરી પાડી શકાય તેવી ખોટ પડી છે.સત્ય અને અહિંસાના બળ પર તેમને સમગ્ર રાષ્ટ્રને એક સુત્રતામાં જોડ્યા હતા.તેમના જવાથી એક યુગનો અંત આવ્યો હતો તેમ કહીએ તો વધુ પડતું નહીં કહેવાય.પ્રતિ વર્ષ સમગ્ર રાષ્ટ્ર તેમના નિર્વાણ દિન એટલે કે 30મી જાન્યુઆરીએ તેમને નતમસ્તક થઈને શ્રદ્ધાસુમન પાઠવે છે.સુરતમાં ચોક બજાર પાસે આવેલ ગાંધી પ્રતિમા પર રવિવારે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા તેમને સુતરાંજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા. મનપામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી, આપ ના નગરસેવકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સુરત શહેરમાં આપ દ્વારા વિવિધ સ્થળો પર પણ ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપ ના અગ્રણીઓએ શાસકપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત