સુરત, 30 જાન્યુઆરી : સંયુક્ત કિસાન મોરચા દ્વારા કેન્દ્ર સરકાર સામે દેશભરના ખેડૂતો ને 31 જાન્યુઆરીના રોજ તાલુકા અને જિલ્લા કલેકટર કચેરી સામે વિરોધ કરવાનું આવાહન કરેલ છે.જે સંદર્ભે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા સંયુક્ય કિસાન મોરચાના આવાહનના સંદર્ભમાં આવતી કાલે 31મી જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 12:00 કલાકે સુરત કલેકટર ને આવેદનપત્ર આપશે.જેમાં હાજર રહેવા તમામ ખેડૂત અને સહકારી આગેવાનો તથા ખેડૂત મિત્રોને ગુજરાત ખેડુત સમાજના કાર્યાલય જહાંગીરપુરા,સુરત ખાતે સવારે 11-30 કલાકે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.એક તરફ કોરોનાની મહામારીના કારણે સરકારની એસઓપી મુજબ નિયત સંખ્યામાં જ એકત્રિત થવાની સૂચનાઓ આપવામાં આવેલી છે.ત્યારે, હવે સોમવારે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થાય તેવી સંભાવના છે.જેને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે સંઘર્ષ પણ થાય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત