કામરેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યુથ ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 6 ફેબ્રઆરી: કેન્દ્ર સરકારની યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ આવતા નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કામરેજ ખાતે ઓરિએન્ટેશન ઓફ યુથ વિષય સેમિનાર યોજાયો હતો. જેમાં પ્રસિદ્ધ ટ્રેનર અને કોચ શહજાદ બોલિડાએ યુવાનોને જીવનમાં સફળ થવા અને મજબૂત મનોબળથી આગળ વધવા અને પોતાના સપના પૂરા કરવાનો મોટિવેશન મંત્ર આપ્યો હતો.યુવાનોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને જ્ઞાનવર્ધન કરવા સાથે પડકારોને પહોંચી વળવા અને સમાજ, રાજ્ય અને દેશની પ્રગતિમાં યોગદાન આપવાં સંકલ્પબદ્ધ થયા હતા.
સેમિનારમાં રસિક બોડાણા, એશિયાની શ્રેષ્ઠ મહિલા એવોર્ડ વિજેતા બબીતા ઝવેરી, જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, રાષ્ટ્રીય યુવા કોર્ડીનેટર સત્યેન્દ્ર યાદવ, મેહુલ ડોંગા, નિખિલ ભૂવા, નિરજ કુશવાહા, રાજીવ શર્મા અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *