ઓલપાડ તાલુકાના કુકણી, સેગવાછા અને બરબોધન ગામમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા કૃષિ રાજ્યમંત્રી

સ્થાનિક
Spread the love

સુરત, 6 ફેબ્રઆરી : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ કુકણી ગામ ખાતે રૂ.12 લાખ, સેગવાછામા ગામે રૂ.10.50 લાખ અને બરબોધન ગામે રૂ.32.50 લાખ મળી કુલ રૂ.55 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મંત્રીએ કુકણી ગામમાં આંગણવાડી, નંદઘર, મંદિરમાં પ્રોટેક્શન વોલ, ગટર લાઈન, વોશિંગ ઘાટ, આર.સી.સી રોડનું ખતમુહૂર્ત અને સેગવાછા ગામે જૂની આંગણવાડીના આગળના ભાગે પેવર બ્લોક તથા નવા કુવાથી બળીયા દાદાના મંદિર સુધી ડામર રોડનું ખાતમુહૂર્ત અને બરબોધન ગામે પેવર બ્લોક, ગટર લાઈન અને ડામર રોડ જેવા કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ઓલપાડના તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઈન પહોંચાડવાના લક્ષ્ય સાથે ખેતરમાં જંતુનાશક દવા ડ્રોન મારફતે છંટાય તેવા અનેક ખેડૂતલક્ષી વિકાસ કામો પણ આગામી સમયમાં કરવાનું આયોજન રાખ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગામમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે અંગે ભાર મૂક્યો હતો.


સેગવાછામા ગામે રસ્તાનું ખાતમુર્હત અને પેવર બ્લોકનું લોકાર્પણ કરતાં મંત્રીએ જણાવ્યું હતં કે, આ ગામમાં મારી જનસેવાની ભાવના સાથે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ ગામવસીઓની માંગણીના આધારે અનેક એવા વિકાસ કામો પૂર્ણ કર્યા છે. તેમજ આગામી સમયમાં પણ એકતા સાથે વિકાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *