સુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા ખેતીલક્ષી સાધનસહાય માટે 10,066 અરજીઓને મંજૂરી અપાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 7 ફેબ્રઆરી : રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓમાં ખેડૂતોને માતબર સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર કુલ 10,066 ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં 251 ખેડૂતોને રૂ. 1.34 કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઇપ પ્લાઉ, ઓટોમેટીક ઓરણી, લેસર લેન્ડ લેવલર, લેન્ડ લેવલર, ઓલટાઈપ હેરો, રિપર, શ્રેડર અને બ્રશ કટર જેવા સાધનોની ખરીદી માટે 645 લાભાર્થીઓને કુલ રૂ.2.71 કરોડની સહાય ચુકવવામાં આવી છે.આ ઉપરાંત, ખુલ્લી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને પમ્પસેટ જેવા સિંચાઈના સાધનોની ખરીદી માટે 718 લાભાર્થીઓને કુલ રૂ.10.78 લાખ, આધુનિક ખેત પદ્ધતિ અંગેના નિદર્શન ઘટક અંતર્ગત 3,427 લાભાર્થીને રૂ.1.14 કરોડ અને અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિના લાભાર્થી ખેડૂતોને શેરડી પાકના વાવેતર સહાય યોજના હેઠળ કુલ રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ શેરડી પાકમાં સિંગલ આઈબડ, ટપક સિંચાઈ યોજના, જનરેટર અને પાક સંરક્ષણ સાધનની ખરીદી માટે કુલ રૂ.1.45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વધુમાં, ભારત સરકાર દ્વારા અમલીફ઼ત ‘પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના’માં ખેડૂત કુટુંબોને વાર્ષિક રૂ.6,000/- લેખે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના કુલ 1,29,724 ખેડૂત કુંટુંબોને કુલ રૂ.179.25 કરોડની સહાય ચુકવવામાં આવી છે.ગત વર્ષ મે-2021માં આવેલા તૌકતે વાવઝોડાના કારણે કૃષિ પાકોને ઘણું નુકસાન થયું હતું. જેમાં નુકસાનીના વળતર પેટે 6,387 અસરગ્રસ્ત ખેડૂતોને વાવાઝોડા કૃષિ પેકેજ હેઠળ રૂ.11.32કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *