
સુરત,8 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને કારણે હવે આ ત્રીજી લહેર અંતિમ તબક્કામાં હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે, મૃતકોની સંખ્યા ચિંતાજનક છે.ગુજરાતમાં પણ આ મહામારી ધીમી પડી છે અને દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે હાંફી ગયો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 87 અને જિલ્લામાં 68 મળીને કુલ 155 દર્દીઓ નોંધાયા છે.ગઈ કાલે આ આંકડો 153 હતો.જયારે છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 2 દર્દીઓના કરૂણ મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 87 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,61,636 પર જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 68 દર્દીઓ સાથે કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 42,230 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,03,866 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં થયેલા 2 દર્દીઓના મોત સાથે મૃતકોનો કુલ આંકડો હવે 2218 પર પહોંચ્યો છે. જેમાં, સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 537 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 201 અને જિલ્લામાં 242 દર્દીઓ સાથે કુલ 443 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,99,,627 પર પહોંચ્યો છે.જેમાં સુરત જિલ્લાના કુલ 40,915 ડિસ્ચાર્જ પામેલા દર્દીઓનો સમાવેશ થાય છે.હાલ કુલ 2021 એક્ટિવ દર્દીઓ છે.જયારે, સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 20,827 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના સરોલીના 79 વર્ષીય મહિલા અને કરચેલિયાના 80 વર્ષીય પુરુષનું આ મહામારીના કારણે મૃત્યુ થયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત