
સુરત, 8 ફેબ્રઆરી : રાજ્યસભામાં ટીએમસીના સાંસદ મોહિત્રાએ ગત દિવસોમાં જૈન સમાજ વિષે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં તેમને હાલ ચાલી રહેલા સત્રમાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે મંગળવારે આમ આદમી પાર્ટીએ સુરતમાં જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આપણા દેશમાં રાજકારણીઓ દ્વારા છાસવારે વિવિધ સમાજ વિષે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવાની જાણે હોડ લાગી હોય તેમ ટિપ્પણીઓ કરવામાં આવે છે અને બાદમાં વિવાદ વધે ત્યારે માફી માંગી લે છે. મીડિયામાં હાઈલાઈટ થવા માટે આવા બેતુકા નિવેદનો આપતા હશે કે કેમ તેતો તેઓ જ જાણે .ગત દિવસોમાં રાજ્યસભામાં ટીએમસીના સાંસદ મોહિત્રાએ એવું કહ્યું હતું કે જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાય છે.તેમના આ નિવેદનને લઈને અહિંસાને વરેલા સમગ્ર જૈન સમાજમાં હાલ ભારે આક્રોશ છે અને દેશભરમાં તેમના વિરોધમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.ઠેર ઠેર તેમના વિરુદ્ધમાં આવેદનો આપવામાં આવી રહ્યા છે.સુરતમાં પણ જૈન સમાજ દ્વારા ગત દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંસદ મોહિત્રા જૈન સમાજની માફી અંગે અને તેઓને હાલ ચાલી રહેલા રાજ્યસભાના સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હર હંમેશ અહિંસાની વિચારશ્રેણી સાથે જીવન વ્યતિત કરનારા જૈન સમાજ વિષે આ પ્રકારની ટિપ્પણી અયોગ્ય અને નિંદનીય છે.જો આ મામલે સાંસદ માફી નહીં માંગે તો આ વિવાદ દેશભરમાં વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં.સુરત આમ આદમી પાર્ટીએ પણ જો તેઓ માફી ન માંગે તો જૈન સમાજ સાથે શાંતિમય વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત