સુરત શહેર-જિલ્લામાં 150 કોરોના પોઝિટિવ : 306ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે.જોકે, મૃતકોનો આંક હજુ ચિંતાજનક છે.ગુજરાતમાં પણ હવે આ મહામારીના વળતા પાણી થયા હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 2275 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.જયારે, કુલ 21 દર્દીઓના કરૂણ મોત થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ હવે કોરોના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 72 અને જિલ્લામાં 78 દર્દીઓ સાથે કુલ 150 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.જયારે, સુરત જિલ્લામાં 2 દર્દીઓના કરૂણ મોત થયા છે.ગઈ કાલે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 161 હતી.જોકે, સુરત શહેર-જિલ્લામાં દર્દીઓના થઇ રહેલા મોત સૌ માટે ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા 24 કલાકમાં કુલ 306 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા નોંધાયેલા 72 દર્દીઓ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 1,61,787 પર જયારે જિલ્લામાં નોંધાયેલા નવા 78 નવા કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 42,390 પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,04,177 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરતના ગ્રામીણ વિસ્તારમાં થયેલા 2 દર્દીઓના મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોની કુલ સંખ્યા હવે 2223 પર પહોંચી છે. જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 542 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં શહેરમાં આ મહામારીને માત આપીને સ્વસ્થ થયેલા 181 અને જિલ્લામાં 125 મળીને કુલ 306 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં આ મહામારીમાંથી મુક્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 2,00,383 પર પહોંચી ગઈ છે. જેમાં, સુરત જિલ્લાના કુલ ડિસ્ચાર્જ પહેલા 41,203 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેરમાં હાલ 1571 એક્ટિવ દર્દીઓ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *