
સુરત, 10 ફેબ્રઆરી : ડાંગ જિલ્લા ભાજપ દ્વારા ગુરુવારે આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના તમામ પત્રકાર મિત્રો સાથે એક ગેટ ટુ ગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું, ડાંગ જિલ્લા ભાજપ આયોજિત આ પ્રથમ ગેટ ટુ ગેધર જિલ્લા પ્રમુખ દશરથ પવાર, મહામંત્રી કિશોરભાઈ,રાજેશ ગામીત, હરિરામ સાવંત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.

આ ગેટ ટુ ગેધરમાં ડાંગ જિલ્લામાં કાર્યરત દૈનિક , સાપ્તાહિક , પાક્ષિક અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ પટેલ, અને ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી સીતાબેન નાયક ખાસ ઉપસ્થિત રહી પત્રકારો પાસે ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ને લઈને પોતાનું મંતવ્ય જણાવવા કહ્યું હતું. હાજર અખબાર અને ચેનલના પ્રતિનિધિઓએ ડાંગ જિલ્લાની માર્ગ અને પાણીની સમસ્યા સાથે વિકાસ અને રોજગારી ને લઈને કેટલાક સૂચનો કર્યા હતા. પ્રદેશ પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલે પત્રકારો દ્વારા કરવામાં આવેલ દરેક પ્રશ્નો અને સૂચનો ને સાંભળ્યા બાદ સંતોષકારક જવાબ આપ્યા હતા અને જરૂરી નોંધ કરી તેની પ્રદેશ કક્ષાએ રજુઆત કરવાની ખાતરી આપી હતી, ચર્ચા બાદ સાથે સૌએ પ્રીતિ ભોજન લીધું હતું. સાથે ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ ડો. ઋત્વિજ પટેલે સ્વરાજ આશ્રમ ખાતે ગાંડા કાકાની અને ત્યારબાદ કેતન પટેલ ની મુલાકાત લીધી હતી જ્યાં ડાંગ ના ઐતિહાસિક મહત્વ બાબતે ચર્ચા કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત