સુરત : સંસદમાં પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસનો આક્રોશ, માફીની કરી માંગ

સ્થાનિક
Spread the love

સુરત, 10 ફેબ્રઆરી : સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, કોંગી અગ્રણીઓએ ગત દિવસોમાં સંસદમાં પીએમ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને તેઓએ તેના ગેરવહિવટ, પરપ્રાંતિઓ પ્રત્યેના લાપરવાહી ભર્યા વ્યવહાર પર ઢાંકપીછોડો કર્યો હોવાનું જણાવી પીએમ એ સંસદમાં આ માટે માફી મંગાવી જોઈએ તેવી માંગ કરી હતી.
પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે ગત 7મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું કે કોવિડ-19ની મહામારીની પ્રથમ લહેર દરમિયાન જ્યારે નિષ્ણાંતો દરેક વ્યક્તિને જ્યાં છે ત્યા રહેવાનું જણાવવામાં આવ્યું હતું. તેવા સમયે કોંગ્રેસે પરપ્રાંતિઓને પ્રવાસ કરવા માટે ઉત્તેજીત કર્યા હતા અને પરપ્રાંતિઓને મુંબઈ છોડી જવા મફત ટિકિટ આપી હતી.પરિણામે પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઝડપી ફેલાવો થયો હતો. તેમના આ આક્ષેપોને છે.વાસ્તવમાં તો લોકડાઉન દરમ્યાન વિદેશી મુસાફરો માટે સરકારે મલ્ટીપલ ફ્લાઈટસની વ્યવસ્થા કરી હતી.જયારે, 23 ટકા પરપ્રાંતિય મજૂરો પગે ચાલીને તેમના ગામ પહોંચ્યા હતા.40 ટકા પરપ્રાંતિય મજુરોને ભોજનથી વંચિત રહ્યા હતા અને 12 ટકા શ્રમિકોને પોલીસે માર માર્યો હતો.સંસદમાં પીએમ એ આપેલું નિવેદન શ્રમિકોનું અપમાન છે આથી, તેઓએ સંસદમાં માફી મંગાવી જોઈએ.તેવી કોંગ્રેસની માંગ છે.


દેસાઈએ રાજ્ય સરકાર પર પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મોતના આંકડાઓ છુપાવી રહી છે.રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાવ્હાલાઓએ વળતર મેળવવા કરેલી અરજીઓ પૈકી 89633 અરજી મળી છે. જેમાંથી, 68370 અરજીઓ મંજુર કરવામાં આવી છે.જયારે, 24000 ક્લેઇમ પ્રગતિમાં છે. વાસ્તવમાં આ આંકડાઓ પણ ખોટા છે. રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે 3 લાખ લોકોના મૃત્યુ થયા છે.પણ સરકાર આ વાતનો સ્વીકાર કરતી નથી.અમારી માંગ છે કે રાજ્યમાં કોવીડથી મૃત્યુ પામેલા દરેક લોકોને 4 લાખનું વળતર મળે.તમામ દર્દીઓને મેડિકલ ખર્ચની ચુકવણી કરવામાં આવે.તંત્રની ઘોર નિષ્ફ્ળતા અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ કોવીડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનો / પરિવારજનો પૈકી કોઈ એકને કાયમી નોકરી આપવામાં આવે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *