
સુરત, 11 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને આ મહામારી હવે ધીમે ધીમે વિદાય લઈ રહી છે તેવું વિશેષજ્ઞોનું માનવું છે.ગુજરાતમાં પણ કાળો કેર વર્તાવ્યા બાદ હવે કોરોના હાંફી ગયો હોય તેમ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ઘટી રહી છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 1883 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે, કુલ 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગઈ કાલે રાજ્યમાં કુલ 2275 લોકો સંક્રમિત થયા હતા.સુરત શહેર-જિલ્લામાં પણ હવે કોરોનની ગતિ ધીમી પડી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 47 અને જિલ્લામાં નવા 73 દર્દીઓ સાથે કુલ 120 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે, જિલ્લામાં 1 દર્દીઓનું કરૂણ મોત થયું છે.
સુરત શહેરમાં નવા નોંધાયેલા 47 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,61,834 પર પહોંચી છે.જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા 73 દર્દીઓ સાથે કુલ આંક 42,463 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં આ નવા ઉમેરાયેલા 120 દર્દીઓ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 2,03,297 પર પહોંચી છે.સુરત જિલ્લામાં 1 દર્દીના મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો 2224 પર પહોંચ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 583 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 191 અને જિલ્લામાં 167 દરિયો મળીને કુલ 358 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે આ મહામારીને માત આપીને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 2,00,741 પર પહોંચી છે.જેમાં સુરત જિલ્લાના કુલ 41,370 ડિસ્ચાર્જ પામેલા દર્દીઓનો સમાવેશ થાય છે.શહેરમાં હાલ કુલ 1332 એક્ટિવ દર્દીઓ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત