
સુરત,11 ફેબ્રુઆરી : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે દર મહિને રૂ.1250 ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં 62,265 જેટલી બહેનોને સહાયનો લાભ આપીને તેમને આર્થિક સધિયારો આપવામાં આવી રહ્યો છે. આ સહાય તેમને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) થી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. જાન્યુ.અને ફેબ્રુ.-2022 બે મહિનાની રૂા.16.44 કરોડની પેન્શન સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આમ, રાજય સરકાર દ્વારા ગરીબવર્ગની બહેનોને આજીવન પેન્શનરૂપી સહાય કરીને તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તેવા સ્તુત્ય પ્રયાસો કરી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત