
સુરત, 15 ફેબ્રઆરી : આજ રોજ અવતાર મેહેબાબા સુરત સેંટર સંસ્થાના મંત્રી રજનીકાંત મિસ્ત્રીએ મેહેરબાબાની વિશ્વભરમાં 25 મી ફેબ્રુઆરીએ 128મી જન્મજયંતિ બાબતે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની કષ્ટદાયી, લાચારી, અંધાધૂંધી, વિષમ, અને અસહાયતાની પરિસ્થિતિ જે, “યદા યદા હી ધર્મસ્ય. સંભવામિ યુગે યુગે’’-ગીતામાંના આ શ્લોકનું સ્મરણ કરાવે છે. તદુપરાંત અવતાર મેહેરબાબા દ્વારા લખાવાયેલ ગ્રંથ “ગૉડ સ્પીક્સ” અનુસાર, ઈશ્વરી અવતાર હમેંશા એકનો એક જ, 700થી 1400 વર્ષના ગાળામાં, જે તે જમાનાને અનુસાર, માનવરૂપે પરુષ તરીકે જુદાં જુદાં નામે, રૂપ અને સ્થળે પૃથ્વી પર સત્ય-પ્રેમની જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવા માટે અવતરે છે. જેમ કે, જે જરથુષ્ટ્ર બન્યા, એ જ રામ, એ જ કૃષ્ણ, એ જ બુદ્ધ, એ જ ઈશુ, એ જ મોહંમદ પયગંબર બન્યા, પરંતુ માનવજાતે તેને અલગ ધર્મો તરીકે ઓળખાવી તેમાં વિવિધતા પેદા કરી. આ સંદર્ભમાં અવતાર મેહેરબાબાની ભૂમિકા વિષે, વિશ્વભરમાં 25મી ફેબ્રુઆરીએ તેમની 128મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે અચૂક જાણવું, સમસ્ત વિવિધ ધર્મ-સમાજગણને માટે અભૂત, અપૂર્વ અને આવશ્યયક હશે. જેની અનુભૂતિ હવે આવનારી પરિસ્થિતિ અચૂક કરાવવા જઈ રહી છે.
અવતાર મેહેરબાબાએ, 25મી ફેબ્રુઆરી, 1894માં પૂનામાં જન્મ લીધો હતો. તેમને પૃથ્વી પર લાવનારા પાંચ ઈશ્વર-સાક્ષાત્કાર પામેલાં સદ્ગુરુઓ, શિરડીના સાઈબાબા, પૂનાના હઝરત બાબાજાન, સાકોરીના ઉપાસની મહારાજ, કેડગાંવના નારાયણ મહારાજ અને નાગપૂરના તાજુદ્દીનબાબા હતા. જેઓ દ્વારા મેહેરબાબાએ 1913થી 1922 સુધીમાં પોતાની ઈશ્વરી હાલત પૂર્ણપણે પ્રાપ્ત કરીને, તેમણે અખિલ સૃષ્ટિ માટે પોતાના દૈવી વિશ્વવવ્યાપી કાર્યનો આરંભ કર્યો.મેહેરબાબાએ 1923થી અલગ અલગ કાર્ય હેતુ મેહેરાબાદ-આરણગાંવ (અહમદનગર)માં, તેમજ અન્ય સ્થળોએ દવાખાના, હોસ્પિટલ, શાળા, ધર્મશાળા, પ્રેમ આશ્રમ અને કુષ્ઠ રોગી, પાગલો, અનાથો, અછૂતો-દરિદ્રો વગેરે અને ‘‘મસ્ત’’–ઈશ્વરી માર્ગમાં સ્થગિત થયેલ ઉન્નત આત્માઓ માટે આશ્રમો સ્થાપીને દરેક ધર્મ, ઊંચ-નીચ, ગરીબ-તવંગર, ન્યાત-જાતના ભેદ વિના મફત સારવાર-શિક્ષણ આપી, એક બીજ રોપવા સમાન આ આંતરિક કાર્ય સંપન્ન થયે, છેવટે તે બધું જ, કોઈ પ્રસિદ્ધિ માટે નહી હોય જમીનદોસ્ત કરાવી દીધું હતુ. પરિણામ સ્વરૂપ અછૂટો અને કુષ્ઠ રોગીઓ પ્રત્યે જે બહિષ્કાર અને નફરત હતી તે, અસ્પૃશ્યતા, કુષ્ઠરોગની નાબૂદી શક્ય બનતા તેઓ આજે સમાજમા ભળી ગયેલા જોવા મળે છે. તેમણે પોતાનાં હસ્તે લખેલ પુસ્તક કે જે આજ સુધી પ્રગટ નથી થયું તેમ, ખુદ તેમનાં નિકટનાં મંડળીજનોને પણ વાંચવા દેવાયું નથી. પરંતુ કેવળ ગોળમેજી પરિષદમાં જતાં, ‘‘રાજપુતાના’’ સ્ટીમર પર મહાત્મા ગાંધીજીની મુલાકાત જ્યારે મેહેરબાબા સાથે થઈ ત્યારે, તેમાંના કેટલાક પાનાંઓને વાંચી મહાત્મા ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા, તેમાં મેહેરબાબાએ અભૂતપૂર્વ અને પૂર્વકાલિન અવતારીકાલ દરમ્યાન પણ નહીં જણાવેલ એવી અભૂતપૂર્વ અને અલૌકિક ગૂઢ આધ્યાત્મિક રહસ્યમય બાબતો જણાવી છે. મેહેરબાબાના જણાવ્યા અનુસાર તે તેના ઉચિત સમયે પ્રગટ થશે, તે સમગ્ર ધર્મો માટેમાત્ર મહાન ગ્રંથ બનશે ત્યારે જ સમજાશે. આ પછી મહાત્મા ગાંધીજી અને ડૉ. આંબેડકર પણ મેહેરબાબાના સતત સંપર્કમાં રહયાં હતા. વધુમાં મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મેહેરબાબાએ તેમના વિશ્વવ્યાપી માનવજાતિના કષ્ટોનો બોજ પોતા પર લઈ કલ્યાણ અને આધ્યાત્મિક હેતુ, સારા વિશ્વમાં અનેક વાર યાત્રા કરીને તેના સંદર્ભમાં અમેરિકા અને ભારતમાં સતારામાં બે ગંભીર કાર અકસ્માત વહોરી લીધાં. જેમાં અમેરિકા માટે પોતાનું લોહી રેડાવવાનું જરૂરી હોવાનું અગાઉથી જ જણાવ્યું હતું. આજ હેતુ, તેમણે વખતો વખત રાખેલાં કડક ઉપવાસ, એકાંતવાસ દરમ્યાન તેમના આંતરિક કાર્ય સંદર્ભે વિશ્વમાં ગંભીર અને રહસ્યમય બનવા પામેલ અનેક ઘટનાઓની અગણિત નોંધ લેવાયેલ છે. તેમણે 10મી જુલાઈથી, છેવટ પર્યંત અખંડ મોન ધારણ કર્યું જે, કોઈ સાધના માટે નહિ હતું કેમ કે, ઈશ્વરી અવતારને આવી કોઈ આવશ્યકતા હોતી નથી. તેઓ કહેતા કે, “હું શીખવવા નહિ પરંતુ જગાડવા આવ્યો છું.’’ આમ છતાં, પૂર્વ-પશ્ચિમના અનેક દેશોની મુલાકાતો દરમ્યાન કોઈપણ અડચણ વિના, ઉપદેશો, સંદેશાઓ, વાર્તાલાપ વગેરે માટે, શરૂઆતમાં લખીને, પછી અંગ્રેજી બારાખડી બોર્ડ અને ત્યાર પછી કેવળ પોતાની આગવી ઈશારા પદ્ધતિનો ઉપયોગ કરીને, દરેકના હૃદયમાં ઈશ્વરી પ્રેમનાં બીજ રોપતા હતા. જેની પ્રતીતિ આજે વિશ્વભરમાંથી, મેહેરાબાદ (અહમદનગર) સ્થિત તેમની સમાધિ (વિશ્રામ સ્થળ) પર, શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા માટે દરેક દેશ, ધર્મ, પંથ, જાતિ, સમાજના ઊંચ-નીચ ઇત્યાદિના કોઈ પણ ભેદભાવ વિના આવી રહેલાં અગણિત લોકો દ્વારા થઈ રહી છે; જે જરૂરથી દુનિયાના તમામ ધર્મોનું એક માત્ર પવિત્ર યાત્રાધામ બનવા જઈ રહી હોવાનો ઈશારો કરી રહ્યું છે. તેમનાં જણાવ્યા અનુસાર તેઓ, કોઈ નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા પરંતુ, દરેકના હૃદયમાં સાચા ઈશ્વરી પ્રેમનું બીજ રોપવા માટે આવ્યા છે. જગતભરના બધાં રાષ્ટ્રો, ધર્મ, સંપ્રદાય અને સામાજીક મતભેદ વચ્ચે ‘‘પ્રેમ’’ અને એક્તાની ભાવનાની સ્થિતિ લાવવા હેતુ તેઓ પોતાનું મૌન તોડશે; તે પહેલાં ચા તરત જ પછી પોણી દુનિયાનો નાશ થવાની પરિસ્થિતિ અનિવાર્ય બનશે. ત્યારે તેઓ કોઈ આધ્યાત્મિક ભાષણ નહિ પરંતુ કેવળ એક જ શબ્દ ઉચ્ચારશે, જે સર્વના હૃદયોને ભેદીને માનવજાતને અનુભૂતિ કરાવશે કે તેઓ ઈશ્વર છે. સકલ વિશ્વમાં પથ્થરથી માંડીને તમામ જીવોને આધ્યાત્મિક પુશ (હડસેલો) આપશે. અગાઉ કદી નથી બન્યું તેવું, તેઓ જ્યારે મૌન તોડશે ત્યારે બનશે. જે તેઓ પોતે નહિ પરંતુ, દુનિયાનો સંક્રમણકાળ, તેની પરાકાષ્ઠાએ પહોંચીને તેમનું મૌન તોડાવશે. તમને થઈ રહેલાં ચમત્કારી અનુભવો હું નહિ, પરંતુ તમારા મારા પ્રત્યેનાં પ્રેમ અને વિશ્વાસને લીધે થાય છે. પરંતુ મેં જે એક ચમત્કાર કર્યો હતો કે જે થકી આ સૃષ્ટિનું નિર્માણ થવા પામ્યું, તેવો જ ચમત્કાર આ કાળચક્રોના ચક્રોનો અંત અને નવાં કાલચક્રોના ચક્રની શરૂઆત હોઇ, મારાં પૂર્વકાલિન તમામ અવતારીકાલોમાંના હાલનાં આ અપૂર્વ અવતારીકાલમાં કરવા જઈ રહ્યો છું જે તેમનો પહેલો અને છેલ્લો ચમત્કાર હશે. આ રહસ્યમય કથનને કેવળ આવનારો સમય જ સમજાવી શકશે.

છેલ્લે મિસ્ત્રીએ જણાવ્યું કે, દરેક સમયે માનવજાત, માનવરૂપમાં ઈશ્વરી અવતારને ઓળખવામાં નિષ્ફળ રહેતી આવી છે, કેમ કે તે તેની મર્યાદિત બુદ્ધિ યા તર્કથી તેને માપવાની કોશિશ કરે છે કે જે તેનાથી પર છે. પરંતુ તેથી વિપરિત આ અવતારીકાલમાં કેવળ સાચા, ઉન્નત હૃદયપૂર્વકના પ્રેમ દ્વારા મને જાણી શકશે. જરૂર ઈશ્વરીમાર્ગમાં આગળ વધેલા એવાં ઉન્નત આત્માઓ તેમને સાચી રીતે ઓળખી શક્યા છે. જેમ કે, ઉપાસની મહારાજ, સાઈબાબા, સંત ગાડગે મહારાજ, તેમજ ઈશ્વરી માર્ગમાં આગળ વધેલાં અનેક‘‘મસ્તો’’-જલ તપસ્વી, આઝમખાન, ક્રિષ્ણા વગેરે. આ બાબતની વિસ્તૃત જાણકારી, તેમના વિષેનાં પુસ્તકો, ફિલ્મો, સેંટરો તેમજ વેબસાઈટો, જેવી કે પરથી પણ જરૂરથી મેળવી શકાય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત