
સુરત, 16 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. વિશેષજ્ઞોના મતે આગામી 4 સપ્તાહ સુધી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કે સ્થિર રહેશે તો ત્રીજી લહેરનો અંત ગણવામાં આવશે.ગુજરાતમાં પણ કોરોના દિવસે ને દિવસે નિયંત્રણમાં આવી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 884 કોરોના ગ્રસ્ત થયા છે.જયારે કુલ 13 દર્દીઓના મોત થયા છે.જયારે, છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં વધુ 2 દર્દીના મોત થયા છે જયારે શહેર-જિલ્લામાં કુલ 53 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.
સુરત શહેરમાં નવા નોંધાયેલા 35 દર્દીઓ સાથે શહેરમાં કુલ આંક 1,62,023 પર જયારે જિલ્લામાં નવા 18 દર્દીઓ જિલ્લામાં કુલ આંક 42,690 પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 2,04,713 પર પહોંચ્યો છે.જિલ્લામાં 2 દર્દીઓના મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 2235 પર પહોંચ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 554 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 86 અને જિલ્લામાં 151 દર્દીઓ સાથે કુલ 237 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 2,01,855 પર પહોંચી છે. જેમાં સુરત જિલ્લાના અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 41,834 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત જિલ્લામાં જે 2 દર્દીના કરૂણ મોત થાય છે. તેમાં, કુમકોતર ગામના 74 વર્ષીય પુરુષ અને અનાવલ ગામના 73 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.આ બન્ને દર્દીઓ કોમોર્બિડ લક્ષણો ધરાવતા હતા.શહેરમાં મહામારી ધીરે ધીરે નિયંત્રણમાં આવતા હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 623 પર પહોંચી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત