
સુરત : સુરત શહેરમાં જરૂરીયાતમંદ ધરાવતા શ્રમજીવીઓને છેલ્લા તબક્કાનું મફત ધાબળાનુ વિતરણ નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ અને કોન્સ્ટિટયુસનલ રાઇટ્સ રાષ્ટ્રીય અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય ધ્વારા કરવામાં આવ્યું હતું.
સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ એરવદ ફરોખ કેરસી રૂવાલા દસ્તુર કુમાર બાવાજી અને ઉપપ્રમુખ મંત્રી અમિષા ફરોખ રૂવાલા માયાકુમાર એ જણાવ્યું હતું કે તેમની સંસ્થા અને અન્ય સંસ્થાઓ સાથે મળીને આગામી દિવસોમાં કુપોષિત બાળકો અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની મદદ કરવા કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવને પણ આગવી રીતે ઉજવવામાં આવશે.તેમજ વરિષ્ઠ શિક્ષકો તેમજ પ્રાધ્યાપકો ,આચાર્યોને અને પીઢ સમાજ સેવીઓને સન્માનિત કરવામાં આવશે.નિવૃત્ત કર્મકાહારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે અને એમની જીવનભરની સેવાઓને બિરદાવવામા આવશે.આમાંના કેટલાકશ્રેષ્ઠ વ્યક્તિઓની જીવન કથા અનુસાર નાના-નાના વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવશે.હવેપછીના તબક્કામાં ચાદરો અને સાડી તેમજ અન્ય કપડાંઓનું પણ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત