
સુરત, 18 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને ત્રીજી લહેર વિદાય લે તેવા સંજોગો બની રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના અંકુશમાં આવી રહ્યો છે અને સોમવારથી રાજ્યમાં તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે હાંફી ગયો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 24 અને જિલ્લામાં 14 દર્દીઓ સાથે કુલ 38 દર્દીઓ સંક્રમિત થાય છે.જયારે છેલ્લા 24 કલાકમાં આ મહામારીમાંથી સ્વસ્થ થયેલા કુલ 120 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 24 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,62,075 પર પહોંચી છે.જયારે, સુરત જિલ્લામાં નવા નોંધાયેલા 14 દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 42,720 પર પહોંચી છે.આ સાથે સુરત શહેર- જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 2,04,795 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં શહેર-જિલ્લામાં સદભાગ્યે એક પણ દર્દીનું મોત થયું નથી. શહેર-જિલ્લામાં મૃતકોની કુલ સંખ્યા 2235 છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 554 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 51 અને જિલ્લામાં 69 દર્દીઓ મળીને કુલ 120 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 2,02,118 પર પહોંચી છે.જેમાં, સુરત જિલ્લાના કુલ 41,976 ડિસ્ચાર્જ પામેલા દર્દીઓનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ઘટીને 442 પર પહોંચી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત