
સુરત, 18 ફેબ્રઆરી : પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ જિલ્લા કક્ષાની અનુકરણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ પાણેથા ગામ આદર્શ ગામ બને તે માટે અધિકારીઓએ સક્રિયતા દાખવીને તેમના વિભાગની યોજનાઓનો લાભ ગ્રામવાસીઓને મળી રહે તે માટે કાર્ય કરવા પર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બહુધા અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા માંગરોળ તાલુકાના પાણેથા ગામની પસંદગી કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આદર્શ ગામ બની શકે તે માટે રૂા.20 લાખના ખર્ચે પીવાના પાણી, શાળામાં શૌચાલયની સુવિધા, આંગણવાડીના કમ્પાઉન્ડ હોલ સહિતના કામો સાકારિત કરવામાં આવી રહ્યા છે. જે કામોની પ્રગતિ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં સૌ કોઈને આયુષ્માન યોજનાના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના સહિતની અનેકવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે સંબધિત અધિકારીઓને ગઢવીએ સુચના આપી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત